About Sanskar Group
શ્રી સાબરમતી (રામનગર) જેન શ્વે. મૂ. પૂ. સંઘના ઉપક્રમેસંસ્કાર ગૃપ આયોજિત
શાસન સેવાની પ્રવૃત્તિઓ
વિહાર સેવા : આખા વર્ષ દરમ્યાન સાબરમતીથી વિહાર કરીને જઈ રહેલા અને સાબરમતી તરફ વિહાર કરીને આવી રહેલા તમામ સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતની સુરક્ષા અને ભક્તિના હેતુથી વિહારમાં યુવાનો સાથે જાય છે. આ કાર્યમાં ૧૫ થી ૪૫ વર્ષની ઉંમરના લગભગ ૨૫૦ યુવાનો જોડાયેલા છે.
સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ : આખા વર્ષ દરમ્યાન સાબરમતીમાં લગભગ ૫૦ ઉપાશ્રયમાં બિરાજમાન તમામ સાધુ-સાધ્વીજી ભગવંતની તમામ પ્રકારની વૈયાવચ્યનું કાર્ય કરવામાં આવે છે.
સંસ્કાર રક્ષા : ચાતુર્માસ દરમિયાન બાળકો અને કિશોરોમાં સંસ્કારનું સિંચન કરવા માટે આરાધના પત્રકનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશિષ્ટ ઈનામો દ્વારા બાળકોનું બહુમાન કરવામાં આવે છે.
આયોજન : દીક્ષા મહોત્સવ, આચાર્ય પદવી, ઉપધાન, છ'રિ પાલિત સંધ આદિ અન્ય મહોત્સવના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાનું કાર્ય કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજિત ૩૫થી વધુ દીક્ષા, ૫ આચાર્ય પદવી જેવા અનેક કાર્યક્રમોના આયોજન અને વ્યવસ્થાનો લાભ મળેલ છે.
વરઘોડાનું સંચાલન : શ્રી સાબરમતી સંઘ આયોજિત ગુરુભગવંતના પ્રવેશ, મહાવીર જન્મ કલ્યાણક અને શાસન સ્થાપના દિવસ વગેરેના વરઘોડાનું સંચાલન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ વરઘોડાના આયોજન અને સંચાલનનો લાભ મળેલ છે.
શ્રુતોપાસના : સાબરમતીમાં બિરાજમાન કોઈપણ શ્રમણ-શ્રમણી ભગવંતને શાસ્ત્રોના અભ્યાસ માટે જે કોઈપણ ગ્રંથ અથવા પુસ્તકની આવશ્યકતા હોય તે જ્ઞાનભંડારમાંથી લાવી આપવામાં આવે છે.
જયણાપૂર્વક રસોડું : પરમાત્માની આજ્ઞા પ્રમાણે ઝીણામાં ઝીણી જયણાની માહિતી મેળવીને ધાર્મિક કાર્યક્રમોના રસોડાનું જયણાપૂર્વક આયોજન અને સંચાલન કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં દીક્ષા મહોત્સવ, આયાર્ય પદવી અને છઃરિ પાલિત સંઘ જેવા અનેક કાર્યક્રમોમાં જયણાપૂર્વક રસોડાનું આયોજન અને સંચાલનનો લાભ મળેલ છે.